10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ સંદર્ભે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની બહેનો દ્વારા આત્મહત્યા નિવારણની મનોવૈજ્ઞાનિક સમજ આપતા 40 ચાર્ટ બનાવી યુનિવર્સિટીના દરેક ભવનો ઉપરાંત CCDC, મુખ્ય કાર્યાલય, વિવિધ હોસ્ટેલમાં લગાડવામાં આવ્યા. આ માટે બહેનોએ ખૂબ મહેનત કરી. અલગ અલગ સંશોધનો અને આર્ટિકલ ની મદદ લઇ ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી અને ડો. હસમુખ ચાવડા સાથે પીએચ.ડી.ના વિદ્યાર્થી તૌફિક જાદવે રવિવારે પણ ભવનમાં હાજર રહીને ભવનના તમામ વિદ્યાર્થીઓના સહિયારા પ્રયત્નોથી 40 ચાર્ટ બનાવ્યા. પછી યુનિવર્સિટીના કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીની મુલાકાત લઈ ચાર્ટ સાહેબોની સમક્ષ રજુ કરવામાં આવ્યા. બન્ને સાહેબોએ વિદ્યાર્થીની બહેનોની મહેનતને બિરદાવી હતી અને દરેક ભવનમાં વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે હેતુથી દરેક ભવનમાં ચાર્ટ મુકવાની પરવાનગી આપી હતી. સાથે દરેક ભવનના અધ્યક્ષશ્રી એ પણ બહેનોને ખૂબ સહકાર આપી ચાર્ટ લગાડવા પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અને અધ્યાપક ગણ ડો. ધારા આર.દોશી, ડો.ડિમ્પલ જે.રામાણી, ડો.હસમુખ ચાવડા, લેબ ટેકનિશિયન ડો.ભાગ્યશ્રી આશરા હાજર રહી વિદ્યાર્થીની બહેનોને બિરદાવ્યા હતા.