તારીખ 19/01/2015ના રોજ ડો. યોગેશ એ. જોગસણ, ધારા આર. દોશી અને મોહિની પંડ્યા દ્વારા લખાયેલ પુસ્તક સામાજિક મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર પુસ્તકનું વિમોચન કરાયું હતું. પુસ્તક વિમોચનમાં ડો. ભાલચંદ્ર જોશી, પ્રતિભાબેન ઠક્કર, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નવીન પટેલ, વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચનની સાથે મનોવિજ્ઞાન ભવનના 25વર્ષ પુર્ણ થતા તેની પણ ઉજવણી કરવામાં આવી હતી.