સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરકોલેજ સ્વીમીંગ સ્પર્ધા ઉદ્ઘાટન કાર્યક્રમ

આજરોજ તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવન દ્વારા આયોજિત આંતરકોલેજ સ્વીમીંગ સ્પર્ધા ભાઇઓ-બહેનોનું આયોજન શારીરિક શિક્ષણ વિભાગ અને શારીરિક શિક્ષણ ભવન દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી સાહેબ તેમજ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી સાહેબનાં હસ્તે રાષ્ટ્રીય ખેલાડી ક્રિશા દોશી (વુડબોલ ગોલ્ડમેડાલીસ્ટ)નું સન્માન યુનિવર્સિટી બ્લેઝર અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ ધનંજય ચતુર્વેદી અને સ્પેશિયલ ઓલમ્પિકનાં ખેલાડી મંત્રા હરખાણીને વિશેષ સન્માન આપી ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે અને તેમના રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે તેમનુંપણ પુષ્પગુચ્છ અને સાલ આપી સન્માન કરવામાં આવ્યું  હતુ.આંતરાષ્ટ્રીય સ્તરે બે પદક વિજેતા સ્પેશિયલ ઓલમ્પિકનાં ખેલાડી મંત્રા હરખાણીનાં પિતાશ્રીએ પ્રેરક ઉદબોધન આપી દિવ્યાંગ બાળકમાં રહેલી શકિતઓને ઉજાગર કરવામાં અને ખેલાડી તરીકે તૈયાર કરવામાં પરિવાર અને કોચની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે અનેક સંઘર્ષ બાદ સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે. સ્પર્ધાનાં કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન  શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની સાહેબ દ્રારા કરવામાં આવ્યુ હતું. કોરોનાનાં કપરાકાળ પછી પાછલા વર્ષો કરતા પણ વધુ સંખ્યામાં કોલેજો અને ખેલાડીઓએ ભાગ લીધાની નોંધ લઈ કોલેજો અને ભવનોની સક્રિય ભૂમિકાને બિરદાવી વધુને વધુ સંખ્યામાં ભાગ લેવા આહવાહન કર્યું હતુ.માન. કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સ્વીમીંગપુલ અન્ય વિવિધ મેદાનોનો વધુને વધુ ઉપયોગ થાય વધુને વધુ કોલેજો સ્પર્ધામાં ભાગ લે તે માટે કોલેજના આચાર્યશ્રીઓ અને શારીરિક શિક્ષણનાં આધ્યાપકશ્રીઓ એ આહવાહન કર્યું હતુ અને સ્પોર્ટ્સ હોસ્ટેલની પણ સુવિધાઓ ટૂંક સમયમાં મળતા કેમ્પસ પર રહી સઘન તાલીમ પ્રાપ્ત કરવાનો મોકો યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલ પ્રયત્નથી આ શક્ય બન્યું છે. તમામ સ્પર્ધકોને શુભેચ્છા આપતા જણાયું કે ભાવિ સ્પર્ધાઓ અને તાલીમ માટે યુનિવર્સિટીનાં મેદાનો અને અદ્યતન સુવિધાનો કોલેજના વિદ્યાર્થીઓ વધુને વધુ ઉપયોગ કરે તેવી વ્યવસ્થાની નિશ્ચિત કરવાની તમામ શારીરિક શિક્ષણનાં અધ્યાપકો અને શારીરિક શિક્ષણ વિભાગના અધિકારીઓને સુચન કર્યું હતું.આ સ્પર્ધામાં કુલ ૨૫ કોલેજોએ નાં  કુલ ૫૭ જેટલા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનાં જરૂરી આયોજન અને સંચાલન માટે વિપુલભાઈ ભટ્ટ, ડો.ભાવેશભાઈ રાબા, દિનેશભાઈ રાઠોડ, અને અન્ય કોલેજનાં શારીરિક શિક્ષણ પ્રાધ્યાપકશ્રીઓએ આ સ્પર્ધાને સફળ બનાવવામાં  શારીરિક શિક્ષણ નિયામક જતીનભાઈ સોની સાહેબ તેમજ શારીરિક શિક્ષણ વિભાગનાં કાર્યાલય સ્ટાફનાં અધિકારીગણ બી.જી.ગમારા, કે.કે.બાવડા, ડી.ડી.અગ્રાવત, એચ.બી.રાવલ, ઉમેશભાઈ માઢક, મૌનિક ગઢવી  હાજર રહેલ હતા. સમગ્ર ઉદઘાટન કાર્યક્રમ નું આયોજન શારીરિક શિક્ષણ ભવન ના પ્રોફેસર ડો. ભાવિક કન્ટેસરીયા દ્વારા કરવામાં આવેલ હતુ.

પરીણામ

વ્યક્તિગત ચેમ્પિયન અને રનર્સઅપ

ભાઈઓ                                                                                           બહેનો

૧ કરણ રાઉત ક્રાઈસ્ટ કોલેજ                                                       ૧. મૈત્રી જોશી  , શ્રીમતી કે.એસ.એન કણસાગરા કોલેજ

૨. સંજય કુગ્સીયા, વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ                            ૨. હરિતા સાવલીયા શ્રીમતી કે.એસ.એન કણસાગરા કોલેજ

 

કોલેજ ચેમ્પિયન & રનર્સઅપ

ભાઈઓ                                                                                          બહેનો

૧. વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ                                       ૧.શ્રીમતી કે.એસ.એન કણસાગરા કોલેજ

૨. ક્રાઈસ્ટ કોલેજ રાજકોટ                                                   ૨. વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ

૨. ક્રાઈસ્ટ કોલેજ રાજકોટ


Published by: Physical Education Section

25-10-2021