elocution and chart Competition for Girl Students by Dept of Psychology-2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોની દીકરીઓ એ વકૃત્વ સ્પર્ધામાં પોતાનું ખમીર અને જમીર બતાવ્યું. 28 દીકરીઓ એ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલો અને દરેક દીકરીએ ખૂબ જ સરાહનીય શૈલીમાં પોતાની રજુઆત કરેલ. અનુભવી લોકો દંગ રહી જાય એવી શૈલીમાં દરેક દીકરીએ રજુઆત કરેલ ત્યારે મનમાં જ સૌ ગણગણાટ કરવા લાગેલ કે નારી તું નારાયણી.....

 તા.30/08/2019ના રોજ મનોવિજ્ઞાન ભવન, વિદુષી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) અને JUNIOR CHAMBER INTERNATIONAL RAJKOT YUVA દ્વારા બહેનો માટે ચાર્ટ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 60થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. કુલ 14 ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં જજ તરીકે જાણીતા એડવોકેટ અને મહિલા લેખક પ્રતિભાબેન ઠક્કર, શ્રી દોશી મહિલા કોલેજ વાંકાનેરના એસોશિએટ પ્રોફેસર ડો.હરીશભાઈ ચંદારાણા અને ઝરણા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડો.વિજયભાઈ દેસાણી બહેનોને પ્રોત્સાહિત કરવા અને શુભેચ્છાઓ પાઠવવા પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ, વિદુષી ના કો ઓર્ડીનેટર ડો.શ્રદ્ધા બેન બારોટ, ડો. રેખાબા જાડેજા, જે.સી.આઈ.સેન અશ્વિનભાઈ ચંદારાણા, જે.સી.ગિરીશભાઈ ચંદારાણા, રચના રૂપારેલ, ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ પ્રતિકભાઇ (JCI), અન્ય જે.સી.આઈ.મેમ્બર, ડો.નિકેશભાઈ શાહ, ડો.ભરતભાઈ ખેર, ડો ભરતભાઈ કટારીયા, ડો.ચંદ્રવાડિયા, ડો.પિયુષ સોલંકી, ડો.અશ્વિની જોશી,  અન્ય અધ્યાપક ગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને બિરદાવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ડો.ડિમ્પલ રામાણી, ડો.હસમુખ ચાવડા, ડો.ભાગ્યશ્રી આશરા, તૌફિક જાદવ, જે.સી.આઈ.સેન અશ્વિન ચંદારાણા, પ્રતિકભાઈ એ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ધારા આર.દોશી એ કર્યું હતું.. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ એ ખૂબ જ જહેમત ઉઠાવી તે બદલ ભવનના વડા તરીકે તેમનો હું ઋણી રહીશ...

HOD,
Dr.Yogesh Jogsan


Published by: Department of Psychology

30-08-2019