સમાજકાર્ય ભવન
તા.૨૧.૩.૨૦૨૩ નાં રોજ “વિશ્વ સમાજકાર્ય દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આજ દિવસને યાદગાર બનાવવા માટે એમ.એસ.ડબલ્યું. સેમ.૨ નાં વિદ્યાર્થીઓએ એમ.એસ.ડબલ્યું. સેમ.૪ નાં વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ (ફેરવેલ) આપેલ. આ દિવસે સેમ.૨ નાં વિદ્યાર્થીઓએ સેમ.૪નાં વિદ્યાર્થીઓનું સ્વાગત ચાંદલો કરી, ફૂલ અને ગીતાજી આપી સ્વાગત કરેલું હતું. ત્યારબાદ તેઓના થમ્બ પણ લેવડાવ્યા હતા.અને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી. પછીથી ભવન અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવે સરે પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતું. અને વિદ્યાર્થીઓ સારી જગ્યાએ સેટ થાય તેવા આર્શીવાદ આપેલ હતા. છેલ્લે સેમ.૪ના વિદ્યાર્થીઓએ તેમના અનુભવો કહ્યા હતા.અને સૌથી છેલ્લે ગુજરાતીઓ છીએ એટલે ગરબા વગર કોઈ કાર્યક્રમ પૂરો ન થાય એટલે ગરબા લઈ વિદાય લીધી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.એસ.ડબલ્યું.સેમ.૨ નાં વિદ્યાર્થીઓ અને ભવનનાં સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી.