તારીખ 23 સપ્ટેમ્બર, સિંગમંડ ફ્રોઇડ નિર્વાણ જયંતિ નિમિતે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ ત્રિવિધ સ્પર્ધામાં ફ્રોઇડના જીવન કવન વિશેની કવિઝ, ફ્રોઇડ ના સિદ્ધાંતોની વક્તવ્ય સ્પર્ધા અને એકપાત્રિય અભિનયનો સમાવેશ કરવામાં આવ્યો. આ ત્રણેય સ્પર્ધામાં *સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ કુલ 917 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.*
આ ત્રિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઓનલાઈન બિરદાવવા અને આશીર્વચન પાઠવવા માટે *સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.નીતિનભાઈ પેથાણી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ચેતન ત્રિવેદી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રી હર્ષદ શાહ ઉપસ્થિત રહ્યા હતા*
આ ઉપરાંત *ડો. અશોક પ્રજાપતિ, ડો. કૌશિક શુક્લ, ડો.આર.કે ડોડીયા, ડો.ઇરોઝ વાઝા, ડો.રાજેશ પરમાર, ડો.અલ્પેશ કોતર* પણ જોડાયા હતા.
*ડો. કૌશિક શુક્લ:* મારા બન્ને વિદ્યાર્થીઓ એટલે કે ડો.યોગેશ જોગસન અને ડો.ચેતન ત્રિવેદીએ આ તકે મને યાદ કર્યો એ માટે ખૂબ લાગણી અને માન થાય છે.
*ડો. પ્રતાપસિંહ ચૌહાણ:* અત્યારે મનોવિજ્ઞાન ભવન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માં પ્રેરણા પુરી પાડે છે.
*ડો.ચેતન ત્રિવેદી:* નવી શિક્ષણ નીતિમાં મનોવિજ્ઞાન ભવનની પ્રવૃતિઓ ખૂબ બંધ બેસે છે. અને આ કાર્ય આવા કપરા સમયે કરવું એ ખૂબ ઉત્તમ વાત છે. લોકડાઉનમા કરેલ કાઉન્સેલિંગ ની સેવા ખૂબ કાબિલેદાદ છે.
*હર્ષદ શાહ:* મન મજબૂત હોય તો જ તન મજબૂત રહે. વિદ્યાર્થીઓ માં રસ જગાવવા આવા કાર્યક્રમો થવા જોઈએ.
*ડો.નીતિન પેથાણી*: અમારી યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન સતત કાર્યરત રહે છે. વિદ્યાર્થીઓ ને એક્ટિવ રાખવા અને 4 યુનિવર્સિટીના કુલપતિઓ ને ઓનલાઈન ભેગા કરવા માટે ભવન અધ્યક્ષ ને અભિનંદન.
ચારેય યુનિવર્સિટીના કુલપતિશ્રી એ જણાવ્યું કે આ ભવન અને તેના અધ્યાપકો ખૂબ સારું કાર્ય કરે છે...જે સમગ્ર ગુજરાતમાં વખાણવા લાયક છે.
*આ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓના નામ*
*તૃતીય સ્પર્ધા એકપાત્રિય અભિનય*
*પ્રથમ વિજેતા*
કર્તવી ભટ્ટ
*દ્વિતીય વિજેતા*
ભૂમિકા ડોબરીયા
જયરાજ ચોચા
*તૃતીય વિજેતા*
અશેતી બારડ
*સ્પર્ધા 2 વક્તવ્ય સ્પર્ધા*
*પ્રથમ નંબર*
વસરા રૂપલ
રિયા ભટ્ટ
નિરાલી રૂપરેલીયા
*દ્વિતીય નંબર*
નિમિષા પડારીયા
જાદવ વિસ્મિતા
પ્રાંજલ વ્યાસ
*તૃતીય નંબર*
કેશા ભાવસાર
સતાશિયા દીક્ષિતા
શિકારી મોનિકા
*કવિઝ સ્પર્ધા*
પ્રથમ: શીતલ લોઢિયા
દ્વિતીય: સંગીતા રાઠોડ
તૃતીય: ખુશ્બુ રાઠોડ
*ડો.યોગેશ જોગસન*: આ સમગ્ર આયોજન એ અમારા અધ્યાપકોને કારણે છે અને તેમનો સમગ્ર ક્ષેય અમારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ને જાય છે.
કાર્યક્રમ ની રૂપરેખા ડો.ડિમ્પલ રામાણી એ આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ધારા દોશી એ કર્યું હતું.