સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. જતીનભાઈ સોની યુનિવર્સિટીની ફરજોમાંથી સ્વૈચ્છિક નિવૃત થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી સાહેબે ડો. જતીનભાઈ સોનીની સેવાઓને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવશ્રી અમીતભાઈ પારેખે ડો. જતીનભાઈ સોનીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.