તા. 13-01-2018નાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખા દ્વારા “ Uniform Syllabus and Pattern of Examination” વિષય પર રાજ્ય સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો મુળભુત હેતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલી કાયદાની કોલેજોમાં ચાલતાં ત્રિવર્ષિય અભ્યાસક્રમમાં છ સેમેસ્ટરમાં ભણાવાતાં વિષયોમાં દરેક સેમેસ્ટર દીઠ એક સમાન અને એક સરખી સંખ્યામાં વિષયો તેમજ એક સમાન પરીક્ષા પધ્ધતિ અપનાવવી. જેથી સમગ્ર ગુજરાતની કાયદાની કોલેજોમાં સમાન અને ગુણવત્તાયુકત ધોરણો પ્રસ્થાપિત થાય. તેમજ વિદ્યાર્થિઓને ગુજરાતનાં એક સ્થળેથી અન્ય સ્થળે સ્થાનાંતરિત થવાનુ થાય તો તેને જે તે સ્થળે આવેલી કોલેજમાં સરળતાથી પ્રવેશ મળી શકે અને તેનો કાયદાનો અભ્યાસ બગડે નહિં. વધારામાં કાયદાની કોલેજોમાં અભ્યાસક્રમ તેમજ પરીક્ષા સંદર્ભિત વ્યાવહારિક મુશ્કેલીઓ નું આદાન-પ્રદાન તેમજ તેનાં ઉપાયો બાબતે ચિંતન તેમ જ મંથન કરવાનો પણ હતો.
આ સેમિનારમાં દક્ષિણ ગુજરતની વીર નર્મદ યુનિવર્સિટી, સુરત સાથે જોડાણ ધરાવતી વલસાડ, નવસારી, સુરત તેમજ ભરુચની લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી ડો. મનિષાબેન, ડો. સંજયભાઇ મણિયાર, ડો. શહેનાઝ ટોડીવાલા; સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ, સાથે જોડાણ ધરાવતી આણંદ અને નડિયાદ લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી. ડો. એ.બી. પંડ્યા, ડો. અપૂર્વ પાઠક; ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી. ડો. એલ. એસ. પાઠક, ડો. બીનલબેન પાઠક, ડો. પ્રજાપતિ,ડો. કૃપાબેન પંડ્યા, ;ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સાથે જોડાણ ધરાવતી પાટણ, હિમ્મતનગર, સિધ્ધપુર, મહેસાણા, લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી. જે.યુ. નાણાવટી, સી.યુ. શાહ યુનિવર્સિટી સુરેન્દ્રનગરના ડો. જયવીર પંડ્યા; સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સાથે જોડાણ ધરાવતી સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, ગોંડલ, રાજકોટ લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી. ડો. વિમલભાઇ પરમાર, ડો. પરમજીત વાલીયા, ડો. પ્રકાશ કાગડા, શ્રી. અ મિત મહેતા; નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી. શ્રી ભરતભાઇ પંડ્યા; ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી.જીતુભાઇ પંડ્યા, શ્રી એસ.એમ. જોષી, શ્રી.એમ.પી. ભટ્ટ; કચ્છ યુનિવર્સિટી, ભુજ સાથે જોડાણ ધરાવતી લો કોલેજોનાં આચાર્યો તથા સિનિયર પ્રાધ્યાપકો સર્વશ્રી. સમીર રૂન્ઝા ડો. કમેલશભાઇ પંડ્યા, ડો. સુર્યકાંત સોલંકી ઉપસ્થિત રહેલ હતાં. એમ. એસ. યુનિવર્સિટી વડોદરાથી શ્રી. ભાષા વિજય ઉપસ્થિત રહેલ હતા.