તારીખ ૧૮/૧૨/૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન અને લક્ષ્ય ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે “ HIV, AIDS & STI ” , “ Sex , Sexuality and Gender ” તેમજ “ HIV & AIDS ACT, 2017 ” વિષે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત સમાજકાર્ય ભવનનાં અધ્યક્ષશ્રી ડો.આર.એમ.દવે સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું અને ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લક્ષ્ય ટ્રસ્ટ-રાજકોટના મેનેજર શ્રી હુસૈનભાઈ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવેલ હતો. ત્યારબાદ શ્રી ધર્મેશભાઈ ચૌહાણ કે જેઓ લક્ષ્ય ટ્રસ્ટમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે. તેઓએ HIV, AIDS & STI ની સંપૂર્ણ માહિતી આપી હતી. ત્યારબાદ શ્રી રવિભાઈ કે જેઓ લક્ષ્ય ટ્રસ્ટમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે, તેઓએ Sex, Sexuality and Gender વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ શ્રી રોહિતભાઈ કે જેઓ લક્ષ્ય ટ્રસ્ટમાં કાઉન્સેલરની ફરજ બજાવે છે, તેઓએ HIV & AIDS ACT, 2017 ની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીનાબેન, હિરલબેન અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.અંતમાં આભાર માની કાર્યક્રમ પુરો કર્યો હતો.