સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદુષી સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલી "સેતુ" પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તારિખ ૨૯/૦૧/૨૦૨૫ નાં રોજ માનનીય કુલપતિશ્રી પ્રોફે. ડૉ.ઉત્પલભાઈ જોશી સાહેબની અધ્યક્ષતામાં "જાતિગત સંવેદનશીલતા" વિષય પર સેમીનારનું બે સેશનમાં આયોજન કરવામાં આવેલ.
પહેલાં સેશનની દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી. સમાજ કાર્ય ભવન નાં અધ્યક્ષ શ્રી ડૉ. રાજુભાઈ દવે દ્વારા ઉપસ્થિત અતિથિ- મહેમાનો નું શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક અને પુષ્પ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવેલ.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિશ્રી પ્રો. ડૉ. ઉત્પલ ભાઈ જોશી સાહેબે વિષય અંતર્ગત આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે જાતિગત સંવેદનશીલતા નું શિક્ષણ છોકરાઓને આપવાની જરુર વધારે છે. ત્યાર બાદ જેન્ડર રિસોર્સ સેન્ટરનાં ઓફિસર શ્રી સ્વીટીબેન ઝીણીયા દ્વારા જેન્ડર રિસોર્સ સેન્ટરનો પરિચય અને શ્રી મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જણાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી વૈદ્ય ડૉ. સંજીવભાઈ ઓઝાએ વિષય અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યાર બાદ વિદુષી સેન્ટરનાં કોર્ડીનેટર શ્રીમતી શ્રદ્ધાબેન બારોટ દ્વારા આભારવિધિ સાથે પહેલું સેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં બીજાં સેશનની શરુઆત મુખ્ય અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી વૈદ્ય ડૉ.સંજીવભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે જાતિગત સંવેદનશીલતા સાપેક્ષમાં સામાજિક વર્તમાન બદલાવ લાવવો આવશ્યક છે તેમજ વિષય અનુરૂપ સવિસ્તાર માર્ગદર્શીત કર્યા હતાં. ત્યાર બાદ જેન્ડર રિસોર્સ સેન્ટર નાં અધિકારી શ્રી શૈલેન્દ્રકુમારી ઝાલા અને શ્રી મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા જેન્ડર રિસોર્સ સેન્ટર ની કામગીરી, પ્રવૃત્તિ અને મહિલાઓનાં કાયદાઓની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.
સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ શ્રી ડૉ. રાજુભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન ડૉ. પ્રીતેશભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતુ, કાર્યક્રમને સફળ બનાવવા વીદુષી સેન્ટરનાં કોર્ડીનેટર શ્રદ્ધા બેન બારોટ, સમાજ કાર્ય ભવનનાં શ્રી હિરલબેન, શ્રી બિનાબેન અને શ્રી ચાંદની બેને જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ ભવનોનાં અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકશ્રીઓ અને વિવિધ કોલેજો માંથી શૈક્ષણિક સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહભાગીદાર થયાં હતાં તે ઉપરાંત સમાજ કાર્ય ભવન, સમાજશાસ્ત્ર ભવન, અર્થશાસ્ત્ર ભવન અને માનવ અધિકાર ભવનનાં વિદ્યાથીઓ તેમજ ગ્રેસ કોલેજ, માતૃ મંદિર કોલેજ, હરી દર્શન કોલેજ, શાંતિનિકેતન કોલેજ, સુરભી કોલેજ, ક્રિએશન કોલેજ, કણસાગરા મહિલા કોલેજ અને શિપ્રા કોલેજ નાં વિદ્યાર્થીઓ સહભાગીદાર થયાં હતાં. કાર્યક્રમ નાં અંતે પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું.