Seminar by IQAC 2019

IQAC, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબદ્ધ વિદ્વત પરિષદ ગુજરાત પ્રદેશના સંયુક્ત ઉપક્રમે આયોજિત "વિદ્વત ગોષ્ઠિ" નું ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાભારતીના અખિલ ભારતીય મંત્રીશ્રી અવનીશજી ભટનાગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી મુકેશભાઈ મલકાણ તથા શ્રી મહેશભાઈ જીવાણી, સિન્ડિકેટ સભ્યશ્રી ડો. જી.સી. ભીમાણી, ડો. પ્રવિણસિંહ ચૌહાણ તથા શૈક્ષણીક કર્મચારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Published by: IQAC

03-08-2019