તારીખ 6-09-19ને શુક્રવારે મનોવિજ્ઞાન ભવનમાં *self awareness* પર પ્રતીક્ષા રાજાણીનું વ્યાખ્યાન યોજાયું. પ્રતીક્ષા રાજાણી સાયકોલોજીસ્ટ અને સાયકોથેરાપીસ્ટ તરીકે કાર્યરત છે. થેરાપી અને મનોવિજ્ઞાનમાં રસ ધરાવતા તેમજ ભવનના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર સમીર પટેલના હસ્તે ઉદ્દઘાત કરવામાં આવેલ. સમીર પટેલે જણાવ્યું કે મનોવિજ્ઞાન એ માત્ર બૂક વાંચવાથી ન સમજાય, મનોવિજ્ઞાનનું એપલાઈડ ફિલ્ડ ખૂબ જ છે જ્યાજ્યા માનવી ત્યાં ત્યાં મનોવિજ્ઞાન છે. આપણે મનોવિજ્ઞાનની થિયરી ખૂબ જ ભણ્યા હવે મનોવિજ્ઞાનનો ઉપયોગ વ્યવહારમાં કરવાની તાતી જરૂરિયાત છે. સાયકોમેટ્રિક, સાયકોથેરાપી અને સાયકોએનાલીસિસથી આપણે સમાજને વધુ માનસિક સ્વસ્થ કરી શકશું. સમીર પટેલે ભવનના અધ્યાપકો અને અધ્યક્ષને અભિનંદન આપતા કહ્યું કે સતત ભવનને એક્ટિવ રાખતી આ ટીમ વધુ ને વધુ કાર્યરત રહેશે એટલો સમાજને ફાયદો થશે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ ને પણ બિરદાવ્યા ને કહ્યું કે મોભી જ્યારે મજબૂત ને ઉદાર હોય ત્યારે પરિવારના લોકો મુક્ત મને કામ કરી શકે.
પ્રતીક્ષા રાજાણીએ સેલ્ફ અવેરનેસ વિશે જણાવતા કહ્યું કે ચાર અલગ પ્રકારના સ્વ હોય છે. આદર્શ સ્વ, સામાજિક સ્વ, અજાગૃત સ્વ અને આકસ્મિક સ્વ. અન્યને જાણતા પહેલા જો આ ચાર પ્રકારના સવને ઓળખી લઈએ તો આપણે આપણા આત્મગૌરવ ને ઊંચે લઈ જઈ શકીએ અને પોતાના સ્વને ન્યાય આપી શકીએ. ગુસ્સાને નિયંત્રણ કરવા માટે તેણે કેટલીક પ્રેક્લિકલી તાલીમ વિદ્યાર્થીઓને આપી હતી. સમય , સંજોગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુસ્સાને વ્યક્ત કરીએ તો વધુ સ્વસ્થ રહી શકાય, ગુસ્સો દબાવવો કે રોકી રાખવો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કરતા છે. વિદ્યાર્થીનીઓ જણાવ્યું કે દરેક બહેનોને પાંચ આંખ હોવી જરૂરી છે. જેમાં બે આગળ, બંને કાન બાનુમા અને એક આંખ મગજમાં રાખવી જેથી વાસ્તવિકતાનું અર્થઘટન થાય. સારા સલાહકાર કે મનોવૈજ્ઞાનિક બનવા માટે 2 ગુણ હોવા અતિ આવશ્યક છે, નિરીક્ષણ અને શ્રવણક્ષમતા. જે સારી રીતે સાંભળી શકે છે તે જ સારી રીતે સમજી શકે છે.
ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું કે મનોવિજ્ઞાન એ માત્ર કલાસરૂમમાં પુરાઈને ભણવાનો વિષય નથી. સાચું મનોવિજ્ઞાન તો સમાજ જીવનમાં પડેલું છે. ટૂંક સમયમાં જ સેલ્ફ અવેરનેસ ને સેલ્ફ એફિકસી વધે તે માટે 2 દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર કરવામાં આવશે. મનોવિજ્ઞાન ભવનના પૂર્વ વિદ્યાર્થીઓ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ વ્યાખ્યાન માં ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાનને અંતે 1 કલાક વિદ્યાર્થીઓ એ પ્રશ્નોતરી કરીને વિષયને સમજવાની કોશિશ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ધારા દોશીએ કર્યું હતું. ડો.ડિમ્પલ રામાણીએ આભાર વિધિ કરી હતી. ડૉ. હસમુખ ચાવડા અને ભાગ્યશ્રી આશરાએ સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.