આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા સંકલ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વેબીનાર

આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા સંકલ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી- રાજકોટ શારીરિક શિક્ષણ ભવન અને ગુરુ ધાસીદાસ યુનિવર્સીટી- બિલાસપુર છતીસગઢ વચ્ચે પ્રાદેશિક રમતોત્સવ અંગે ગુગલ મિટ ના ઓનલાઈન માધ્યમ થી પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતની પ્રાદેશિક રમતો ગીલીદંડા, નારગોલ જેવી વિવિધ રમતો અંગે માહિતી/ પ્રેઝન્ટેશન એમ.પી.એડ. ભવનના વિધાર્થીઓ દ્વારા આપવામાં આવેલ હતું. આ તકે શારીરિક શિક્ષણ નિયામકશ્રી પણ ખાસ ઉપસ્થિત રહેલ હતા અને શારીરિક શિક્ષણ ભવનના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ એમ.પી.એડ. ના વિધાર્થીઓએ હોશભેર ભાગ લઈને પૂર્ણ કરેલ છે. આ તકે છતીસગઢ યુનિવર્સીટી માંથી ડો.મહેતા અને ડો.ઓમપ્રકાશ અને ત્યાંથી યુનિવર્સીટીના વિધાર્થીઓ જોડાયેલ હતા. બંને યુનિવર્સીટી દ્વારા એકબીજા રાજ્યોની પ્રાદેશિક રમતો વિશેની માહિતી રજુ કરી હતી. અને ભવિષ્યમાં ઓફલાઈન માધ્યમથી આવું આયોજન થાય તેવી અપેક્ષા વિધાર્થીઓ તરફથી રજુ કરવામાં આવેલ હતી


Published by: Physical Education Section

10-03-2022