Saurashtra Universiy Youth Festival 2019 and Tablet Distribution
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49 મા યુવક મહોત્સવ "ઈન્દ્રઘનુષ-2019" અને ટેબલેટ વિતરણ સમારોહનું ઉદઘાટન ગુજરાત રાજયના લોક લાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના વરદહસ્તે આજરોજ કરવામાં આવેલ હતું.
માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું.
આ પ્રસંગે ગુજરાત રાજયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓ માટેનું તાલીમ કેન્દ્ર તથા સી.સી.ડી.સી.ની નવી લાઈબ્રેરીનું માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. માન. મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એલ્યુમનાઈ એસોસિએશનની નવી વેબસાઈટનું લોન્ચીંગ કરી અને પોતાનું પ્રથમ રજીસ્ટ્રેશન કરેલ હતું તેમજ આંકડાશાસ્ત્ર ભવનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન કરેલ હતું.
માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનમાં કોચીંગ પ્રાપ્ત કરી સિવીલ સર્વિસીસની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ચાર IAS, IRS ઓફીસરોનું સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં આશરે 10000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.