સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭ મા સ્થાપના દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે કેમ્પસ સ્થિત સરસ્વતી મંદીરે માતા સરસ્વતીજીનું પૂજન કરી પ્રથમ કુલગુરુશ્રી અને આદ્યસ્થાપક ડો ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે સૌને ૫૭ મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનોના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.