સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક યાત્રાના ૫૫ વર્ષ પૂર્ણ કરી તા. ૨૩-૫-૨૦૨૨ ના રોજ ૫૬ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત "સ્થાપના દિવસનો ગરીમાપૂર્ણ કાર્યક્રમ" કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ કેમ્પસ પ્લાઝા ખાતે યોજાએલ હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ અને કુલાધીપતિશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજયના આદરણીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શીત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં "ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર" સ્થાપવાની જાહેરાત કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
૫૬ મા સ્થાપના દિવસના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોષીપુરા, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ તથા આદ્ય કુલગુરુશ્રી ડો. ડોલરરાય માંકડના પૌત્રી ડો. રુપલબેન માંકડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રીઓ પદ્મશ્રી સીતાંષુભાઈ મહેતા, ડો. મહેન્દ્રભાઈ પાડલિયા તથા ડો. નીતિનભાઈ પેથાણી એ અગાઉના પૂર્વનિર્ધારિત કાર્યક્રમોના કારણે આ કાર્યક્રમમાં શુભેચ્છા પત્ર પાઠવી શુભેચ્છાઓ હતી.
સાથે સાથે લોકસંસ્કૃતીની સરવાણી કાર્યક્રમમાં લોકગાયકશ્રી અભેસિંહભાઈ રાઠોડ, અરવિંદભાઈ બારોટ તથા સાજીંદા લોકડાયરો રજુ કરેલ હતો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સંલગ્ન ૨૩૪ કોલેજો દ્વારા એક સાથે ગુજરાત રાજય યોગ બોર્ડ સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણીક અને બિનશૈક્ષણીક કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.