સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬ મા સ્થાપના દિવસે કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા કેમ્પસ સ્થિત માં સરસ્વતી મંદિરમાં માતા સરસ્વતીજીનું પુજન-અર્ચન કર્યું હતું.
માનનીય કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબે સ્થાપના દિવસે આદ્ય કુલગુરુશ્રી ડો ડોલરરાય માંકડની પ્રતિમા, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનોના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણીક અને બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.