Saurashtra University Employee Recreation Club Appreciation Ceremony

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારીઓને પોતાના રોજિંદા કાર્ય ઉપરાંત પોતાનામાં રહેલી વિશિષ્ટ પ્રતિભાઓ ખીલે અને પોતાની મનપસંદ રમતો-કાર્ય દ્વારા રિફ્રેશમેન્ટ મળે તે માટે કાર્યરત કર્મચારી રીક્રિએશન ક્લબ દ્વારા આયોજિત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તેમના સંતાનોના અભિવાદન સમારોહ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે યોજાયો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ યુનિવર્સિટીના કર્મચારી રિક્રિએશન ક્લબના સભ્યો તથા તેમના સંતાનોને શિક્ષણ ક્ષેત્રે તથા વિવિધ રમતોમાં ઉચ્ચ આયામો સર કરવા બદલ પ્રમાણપત્ર તથા શીલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા.

માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી એ કર્મચારીઓમાં નવી ઊર્જાના સિંચન માટે રોજિંદા કાર્ય ઉપરાંત તેઓની ગમતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત કર્મચારી રિક્રિએશન ક્લબના હોદ્દેદારો ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા.

આ કાર્યક્રમમાં ક્લબના પ્રમુખશ્રી ઇન્દુભાઇ ઝાલા, મહામંત્રીશ્રી જય ટેવાણી, સહમંત્રીશ્રી બીશુભાઈ વાંક, ઉપપ્રમુખશ્રી અમિતભાઈ પરમાર, હિરેન રાઠોડ, ખજાનચીશ્રી આશિષ વ્યાસ, ફેડરેશનના સભ્યશ્રી પ્રકાશ દુધરેજીયા તથા ક્લબના સર્વે સભ્યશ્રીઓ અને તેમના સંતાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

16-05-2019