Indian Red Cross Society ની Annual General Meeting માં થેલેસેમિયાના રોગની નાબુદી માટે કરવામાં આવેલ ટેસ્ટ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રેડક્રોસ એવોર્ડ આપવાનું નક્કી થયેલ હતું.
આ નિમિત્તે ગુજરાત રાજયના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીને "રેડક્રોસ એવોર્ડ" આજરોજ રાજભવન ખાતે અર્પણ કરવામાં આવેલ હતો.
આ પ્રસંગે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદેદારો અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.