ગુજરાત રાજ્યનાં યશસ્વી મુખ્યમંત્રીશ્રી, રાજકોટનાં પનોતા પુત્ર, ગુજરાતની પ્રજાની સુખાકારી અને શાંતી માટે સતત કાર્યશીલ, જીવદયા પ્રેમી, સૌના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત આદરણીય મુખ્યમંત્રીશ્રી વીજયભાઇ રુપાણીના જન્મદીવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી, ડો. ખુશ્બુબેન દેશાણી તથા શ્રી જયભાઈ દવે એ રાજકોટ સર્કીટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ તથા શાલ અર્પણ કરી માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીને રૂબરૂ શુભેચ્છાઓ-શુભકામનાઓ પાઠવેલ હતી તેમજ ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી એ શ્રીમતી અંજલીબેન રુપાણીનું શાલ ઓઢાળી અભિવાદન કરેલ હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ ડો. મેહુલભાઈ રુપાણી, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. વિજયભાઈ પટેલ તથા ડો. પ્રવિણસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી માન. મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલ હતી.