સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ અંતર્ગત ડો. એમ.જી.આર. મેડીકલ યુનિવર્સિટી, તમિલનાડુ તથા NCTE ના સ્ટેન્ડિંગ કાઉન્સીલ સભ્ય અને એડવોકેટ શ્રી પી.આર. ગોપીનાથનજીની શુભેચ્છા મુલાકાત

સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ અંતર્ગત ડો. એમ.જી.આર. મેડીકલ યુનિવર્સિટી, તમિલનાડુ તથા NCTE ના સ્ટેન્ડિંગ કાઉન્સીલ સભ્ય અને એડવોકેટ શ્રી પી.આર. ગોપીનાથને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

શ્રી પી.આર. ગોપીનાથને કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબને તમિલનાડુની સંસ્કૃતિ અનુસાર ખેસ પહેરાવી પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે તમિલનાડુથી પધારેલ શ્રી પી.આર. ગોપીનાથને પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

શ્રી પી.આર. ગોપીનાથને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ, સંશોધન અને સાહિત્યના કાર્યની જાણકારી મેળવી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


Published by: Office of the Vice Chancellor

01-05-2023