ભારતના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત આજના કાર્યક્રમમાં ભારત સરકારશ્રીના આદરણીય પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી જી. કીશન રેડ્ડીજી, ભારત સરકારશ્રીના રેલ્વે તથા ટેક્ષટાઈલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા ગુજરાત રાજયના ઉદ્યોગ અને લેબર તથા રોજગાર વિભાગના મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત તથા પ્રવાસન, સાંસ્કૃતિક, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સૌ મંત્રીશ્રીઓને આવકાર્યા હતા.