તારીખ 7/10/2023 ના રોજ સમાજ કાર્ય ભવન ખાતે પારુલ યુનિવર્સિટી સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ અને ડીન ડો.મગનભાઈ પરમાર દ્વારા વિષય સમુદાયિક સંગઠન ઉપર વ્યાખ્યાન આપેલ જેમાં સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ અને માનવ અધિકાર ભવન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાજુભાઈ દવેએ વિષય ની પ્રસ્તાવના અને ડો. મગનભાઈ પરમાર તથા સમાજકાર્ય ભવનના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. રમેશભાઈ વાઘાણી નું સ્વાગત કરેલ. જેમાં આગાખાન ફાઉન્ડેશનના શ્રી ઈકબાલભાઈ શમા ઉપસ્થિત રહ્યા હતા.
સમાજ કાર્ય ભવનના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતા ચાંદનીબેન, હિરલબેન, બીનાબેન અને સમાજ કાર્ય ભવનની ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલું હતું.
હિરલબેને છેલ્લે આભાર વિધિ કરેલી હતી.