સમીક્ષા-2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયોજીત "સમીક્ષા-2022" નું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે કરવામાં આવેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે ઉપસ્થિત સૌને માર્ગદર્શીત કર્યા હતા.

આ પ્રસંગે ઈન્ડિયન સોસાયટી ઓફ પેરીયોડોન્ટોલોજીના પ્રેસિડેન્ટ ડો. અનીરબાન ચેટરજી, સેક્રેટરીશ્રી ગ્રોવરજી, મેડીકલ ફેકલ્ટીના ડીનશ્રી ડો. વિજયભાઈ પોપટ, જામનગરની સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકશ્રી નિલેષભાઈ સોની, ડો. નયનાબેન પટેલ, ડો. રાધાબેન ચાંગેલા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

07-03-2022