તારીખ 7/10/2023 ના રોજ સમાજ કાર્ય ભવન ખાતે એમ .એસ .ડબલ્યુ. ના વિદ્યાર્થીઓને 21 મી સદીમાં સમાજ કાર્યકર કેવો હોવો જોઈએ તે વિષય ઉપર આગાખાન ફાઉન્ડેશન ના શ્રીઈકબાલભાઈ શમા એ વ્યાખ્યાન આપેલ. જેમાં ખાસ સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ અને માનવ અધિકાર ભવનના પ્રોફેસર ડો.રાજુભાઈ દવે, પારુલ યુનિવર્સિટી ના સમાજ કાર્ય ભવન અધ્યક્ષ અને ડીન ડો. મગનભાઈ પરમાર તેમજ સમાજકાર્ય ભવનનાં નિવૃત્ત અધ્યક્ષ ડો. રમેશભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિષયને અનુરૂપ પ્રોફેસર ડો. રાજુભાઈ દવેએ પ્રસ્તાવના આપેલી તેમ જ ઈકબાલભાઈ નું સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ કાર્ય ભવનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.