આજરોજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગાંધીનગરના માન. કુલપતિશ્રી ડો. હર્ષદભાઈ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં વિવિધ રમત-ગમતની સુવિધાઓ ઈન્ડોર સ્ટેડીયમ, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વીમીંગ પુલ, શુટીંગ રેન્જ, ટર્ફ હોકી ગ્રાઉન્ડ, જીમ, સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા ટર્ફ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
ડો. હર્ષદભાઈ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ સ્પોર્ટ્સ ફેસીલીટી નિહાળી પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રી ડો. રાજેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.