તારીખ 17 ઓક્ટોબર એટલે કાર્યવાદી મનોવૈજ્ઞાનિક આર.એસ. વુડવર્થનો જન્મદિવસ. થોર્નડાઈક અને વુડવર્થના શિક્ષણ પર ખૂબ રસપ્રદ સંશોધન છે. વુડવર્થ દ્વારા S-O-R નો નિયમ આપવામાં આવેલ. મનોવિજ્ઞાન ભવનમાં વુડવર્થનો જન્મદિવસ અને નેનો સાયન્સ ભવનના અધ્યાપક ડૉ. ભરત કટારીયાને DST દ્વારા પ્રોજેકટ એનાયત થયો તેનું બહુમાન એવો દ્વિવિધ પ્રોગ્રામ કરવામાં આવ્યો. ભવનના વિદ્યાર્થીઓ ડોબરિયા ભૂમિકા, વઘાસિયા મનાલી અને વિરાસ તેજલ દ્વારા વુડવર્થ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ભવનના અધ્યાપક ડૉ. ધારા દોશીએ વિધ્યાર્થીઓને તેઓ ભવન પ્રત્યે કેટલા જાગૃત છે તેના વિષે પ્રશ્ર્નો પૂછ્યા હતા જેમાં પ્રથમ નંબરે વઘાસિયા મનાલી, દ્વિતીય ક્રમે ભંડેરી વૈશાલી અને તૃતીય ક્રમે વાઘમશી કોમલ આવ્યા હતા. તેઓને ભવનના અધ્યક્ષે ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. ભરત કટારીયા સાહેબના સન્માનમાં ડૉ. ભરત ખેરે પુસ્તક અને ગુલાબ આપીને અભિનંદન આપેલ. ગુજરાતી ભવનના ડૉ. જે.એમ.ચંદ્રવાડિયા એ પોતાની સાહિત્યિક શૈલીમાં ભરત કટારીયાને સન્માનિત કરેલ. Ccdc ના નિયામક એવા ડૉ. નિકેશ શાહ સાહેબે પુસ્તક અને ફૂલો આપી સન્માન કરીને પોતાની મિત્ર ભાવના વ્યક્ત કરેલ. મનોવિજ્ઞાન ભવનના સર્વે અધ્યાપકોએ ગુલદસ્તો આપીને ડો.ભરત કટારીયાનું સન્માન કરેલ. ભવનના વિદ્યાર્થીઓ એ ફૂલોની વર્ષા કરીને ભરત કટારીયા સાહેબનું સન્માન કરેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 લાખ જેટલી ગ્રાન્ટનો પ્રોજેકટ લાવવા બદલ સૌએ ગૌરવ અનુભવ્યું અને ભરત કટારીયાને સન્માનિત કરેલ.
આ કાર્યક્રમમાં ભવનના અધ્યાપકો ડૉ.ધારા આર. દોશી, ડૉ. ડિમ્પલ જે. રામાણી, ડૉ. હસમુખ એમ. ચાવડા, લેબ ટેક્નિશિયન ડૉ. ભાગ્યશ્રી આશરા, પીએચ.ડી. ના વિધ્યાર્થી જાદવ તૌફીક અને ભવનના
દરેક વિધ્યાર્થી સમગ્ર કાર્યક્રમની જવાબદારી ઉપાડી હતી.
આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડૉ. ડિમ્પલ જે. રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.