સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડલના સંયુક્ત ઉપક્રમે RFRF સંદર્ભમાં આયોજિત "સુભાષ - સ્વરાજ - સરકાર" કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ભારતીય શિક્ષણ મંડલના અખિલ ભારતીય સંગઠન મંત્રીશ્રી મુકુલ કાનીટકરજી એ ઉપસ્થિત રહી વિષયના સંદર્ભમાં સૌને માર્ગદર્શીત કર્યા હતા.
આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાએલ હતો.
આ પ્રસંગે ભારતીય શિક્ષણ મંડલના અખિલ ભારતીય સહપ્રમુખ આચાર્ય દિપક કોઈરાલાજી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષશ્રી સુરેશજી નાહટા, સૌરાષ્ટ્ર પ્રાંતના RFRF ના અધ્યક્ષશ્રી ડો. રમેશભાઈ કોઠારી તથા વિવિધ કોલેજોના પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.