સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં CCDC અંતર્ગત રેમીડિયલ કોચિંગ ક્લાસની શરૂઆત તા.06/01/2020 ના રોજ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત CCDC કો-ઓર્ડિનેટર ડો. નિકેશ શાહ, ડો. જે.એમ. ચંદ્રવાડિયા, વિપુલભાઈ દવે તેમજ તેમની ટીમ, ભવનના અધ્યક્ષ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મનોવિજ્ઞાન ભવનમાં જુલાઇ ૨૦૧૯ માં પ્રથમવાર રેમીડિયલ ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી અને રેગ્યુલર પણે ચાલતા રેમીડિયલ કલાસ બીજીવાર પણ જાન્યુઆરી ૨૦૨૦માં શરૂઆત કરવામાં આવી હતી. રેમીડિયલ મતલબ કે ખૂટતી કડીને જોડવી. આ કાર્યક્રમની રૂપરેખા ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણે આપી હતી. રેમીડિયલ ક્લાસ દરમિયાન કાઉન્સેલિંગ, ચાઈલ્ડ સાયકોલોજી, રીસર્ચ, ક્લિનિકલ સાયકોલોજી અને જે ક્લિનિકલ સાયકોલોજીની ટેસ્ટ ઉપલબ્ધ નહીં હોય તો બહારથી મંગાવી અથવા નેટ પરથી લઈને તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ખાસ તો ભારતમાં પ્રવર્તતી સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવવું? જેમાં સ્ત્રી વિરુદ્વની બાબતો, બાળ અપરાધો, સમાજ વિરોધી વર્તન, જ્ઞાતિ-જાતિનાં ભેદભાવોનું મનોવૈજ્ઞાનિક નિવારણ કઈ રીતે કરી શકાય તે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
ગુજરાતી ભવનના અધ્યાપક ડો. જે. એમ. ચંદ્રવાડિયાએ જણાવ્યુ કે વ્યક્તિ એ જ્ઞાતિ-જાતિનાં ભેદભાવથી દૂર રહેવું જોઈએ. તેમણે ભગવાન શ્રી રામચંદ્રજીના ઉદાહરણ દ્વારા જણાવ્યુ કે શ્રીરામચંદ્રજી શબરીના હેંઠા બોર ખાઈ શકે, રામદેવપીર દલિત નારી ડાભીબાઈના ઘરે જમી શકે અને સહજાનંદ સ્વામીએ પોતાની સભામાં ભાખોડિયા ભર ચાલતા દલિત બાળકને પોતાના ખોળામાં બેસાડી શકે તો આપણે કેમ આ ભેદભાવ દૂર ન કરી શકીએ? જ્ઞાતિ-જાતિનાં ભેદભાવ દૂર કરી માનવતાને આગળ રાખવી જોઈએ.
ભગવાન શ્રી કૃષ્ણએ પણ શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે કે માણસ પોતાના કર્મથી ઓળખાય છે ધર્મથી નહી માટે આપણે સૌએ સ્પર્શ અસ્પૃશ્યતા જેવી બાબતોથી દૂર રહીએ તેવી ટેક લઈએ.
વિપુલભાઈ દવેએ જણાવ્યુ કે ઘરની બહાર નીકળતા જ મનોવિકૃત દર્દી મળી જ રહે છે. તેઓએ એ પણ કહ્યું કે જો મારૂ કાઉન્સેલિંગ કરવામાં આવે તો મારામાં પણ કઈક જોવા મળે જ, માટે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમારે સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ.
CCDCના કો-ઓર્ડિનેટર ડો. નિકેશ શાહે જણાવ્યુકે ભારતમાં કુલ 585 યુનિવર્સિટી છે અને ગુજરાતમાં કુલ 35 યુનિવર્સિટી છે, જેમાં માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ રેગ્યુલર રેમીડિયલ કોંચિંગ ક્લાસ ચાલે છે. તેઓએ જણાવ્યુ કે ફેલિયર આવે ત્યારે કઈ રીતે તેનું મનેજમેંટ કરવું, આજના આ યુગમાં માણસ એ પોતે માણસ છે તે ભૂલી ગયો છે, માટે સ્ટ્રેસફૂલ લાઈફ એ જીવી રહ્યો છે.
રેમીડિયલ કોચિંગ ક્લાસની શરૂઆત ડો. ધારા દોશીના વ્યાખ્યાનથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જાતિ પૂર્વગ્રહ, કોઈ દંપતીને બાળક ન હોય ત્યારે થતી મુશ્કેલી, વસ્તીવધારો, રજોનિવૃતિ અને મેન્યુલ સાઇકલ દરમિયાન થતી સમસ્યા એ બધી જ ભારતીય સમાજમાં જોવા મળતી મુશ્કેલી છે. જેમાથી આપણે દૂર રહેવું અને સમાજ ઉપયોગી બનવું જોઈએ . એકબીજાનો બિનશરતી સ્વીકાર એ જ સમાજનો સ્વીકાર.
આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડો. ડી.જે. રામાણીએ કર્યું હતું અને આભારવિધિ ડો. ધારા દોશી દ્વારા કરવામાં આવી હતી॰