રાજકોટના પૂર્વ ટ્રેઝરી ઓફીસર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ આદરણીયશ્રી નરેન્દ્રભાઈ દવે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શ્રી નરેન્દ્રભાઈ દવે એ કુલપતિશ્રીને પુસ્તક અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ આદરણીયશ્રી નરેન્દ્રભાઈ દવેને પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ મહાનગરના સેવા પ્રમુખશ્રી ભરતભાઈ કુંવારીયા તથા ડો. મનીષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.