રાજકોટનાં MSME એકમોના ઉદ્યોગપતિઓ સાથે નવી નીતિ નિર્ધારણ માટેના સુચનો અંગેનો વર્કશોપ

ભારતના અર્થતંત્રને ૦૫ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે રાજકોટનાં માઈક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ એકમોના ઉદ્યોગપતિઓ સાથે નવી નીતિ નિર્ધારણ માટેના સુચનો અંગે મંગાવવા માટેનો વર્કશોપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એમ.બી.એ. ભવન ખાતે તારિખ ૦૭-૦૪-૨૦૨૨નાં રોજ યોજાયો...

ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન ડોલરનું માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન : કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી...

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજીક કાર્યકર શ્રી મુકેશભાઈ મલકાણે સૌને માર્ગદર્શિત કર્યા...

આ વર્કશોપમાં રાજકોટના ૩૦ જેટલા લધુ ઉદ્યોગોના જુદા-જુદા એસોસિયેશનનાં પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ...

ભારતના માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન ડોલરનું બને. ભારતના અર્થતંત્રમાં MSME એકમોનું ખૂબજ મહત્વનું યોગદાન છે. જે માટે ભારત સરકાર MSME માટેની નવી નીતિ બનાવવા જઈ રહી છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવાં MSME એકેમો પાસેથી સૂચનો માંગવા માટે રાજ્યભરની જુદી-જુદી યુનિવર્સિટીઓ મારફત વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપના મુખ્ય અતિથિ તરીકે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજીક કાર્યકર શ્રી મુકેશભાઈ મલકાન, તથા અતિથિ વિશેષ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ ના મંત્રીશ્રી શ્રી નૌતમભાઈ બારસીયા – તેમજ લઘુ ઉદ્યોગ ભારતી, (સૌરાષ્ટ્ર પ્રાંત), રાજકોટ ના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ગજેરા આ ઉપરાંત સમારંભનાં અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી, ડો. ગિરીશભાઇ ભીમાણી –ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Smt. R. D Gardi Department of Business Management

07-04-2022