COVID-19 રોગના ભયના કારણે ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માનસિક મુંજવણો અનુભવી રહ્યું છે. ત્યારે રાજકોટ જીલ્લા કલેક્ટર કચેરીમાં તારીખ 26/03/2020ના રોજ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સલાહ કાર્ય શરૂ કરેલ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રીના કહેવાથી તારીખ 9-04-20 થી મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના મહામારીમાં કેમ માનસિક રીતે સ્વસ્થ રહેવું તે માટે માર્ગદર્શન આપવા સલાહ કેન્દ્ર શરૂ કરેલ છે.
મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં કોરોના મહામારીમાં કેમ માનસિક રીતે સ્વસ્થ રહેવું તે માટે સલાહ કેન્દ્ર શરૂ કરેલ છે. તારીખ 9-04-20 થી ભવનમાં કેન્દ્ર શરૂ થયું. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણની આગેવાની નીચે ભવનના અધ્યાપકો ડો. ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા તેમજ પિએચ.ડી ના વિદ્યાર્થી જાદવ તૌફીક, વીરાસ તેજલ, પાદરીયા નિમિષા અને પ્રિયંકા કાર્યરત છે. મનોવિજ્ઞાન ભવનમાં આજ સુધીમાં 349 કોલ આવ્યા તેમાંથી 121 વ્યક્તિએ ફરી કોલ કરીને પોતે માનસિક રીતે સ્વસ્થ થયા તે બદલ આભાર પ્રગટ કરેલ. રાજકોટ કલેકટર કચેરી ખાતે પણ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ના માર્ગદર્શનમાં 17 જેટલા સલાહ કારો સેવા આપી રહ્યા છે. બોટાદ જિલ્લા કલેકટરે પણ મનોવૈજ્ઞાનિક સલાહ માટે હેલ્પ લાઈન શરૂ કરી છે તેમાં મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 23 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માનસિક શાંતિ માટે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે.