તારીખ ૨૯-૦૧-૨૦૧૯ નાં રોજ કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે સમાજ સુરક્ષા ખાતા અને જીલ્લા બાળ સુરક્ષા એકમ, બહુમાળી ભવન, રાજકોટ તેમજ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટનાં સહયોગ સાથે “બાળકોના માનવ અ ધિકારોની સુરક્ષા” વિ ષયક એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કાયદા ભવનનાં અધ્યક્ષશ્રી પ્રોફેસર શ્રી બી.જી. મણિયારે પ્રાસંગીક ઉદબોધન કરેલ હતું. જીલ્લા બાળ સુરક્ષા એકમ માંથી આવેલા શ્રી મીત્સુબેન વ્યાસે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલી બાળકો માટેની વિ વિ ધ યોજનાઓ જેવી કે પાલક માતા પિતા યોજના, સ્પોન્સરસીપ યોજના, દતક વિદ્યાન યોજના, સંસ્થાકીય સંભાળ, ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ વગેરે ઉપર વિ ગતવાર માહિતી આપેલ હતી.
સમાજ સુરક્ષા ખાતામાંથી આવેલા શ્રી અલ્પેશભાઇ ગોસ્વામીએ બાળ ન્યાય (સંભાળ અને સુરક્ષા) ધારો-૨૦૧૫ ની અગત્યની જોગવાઇઓ સમજાવેલ હતી. પુજીત રૂપાણી ટ્ર્સ્ટ્માંથી આવેલા શ્રી નીરજભાઇ ભટ્ટે સંસ્થાગત પ્રવૃતિઓ તેમજ ચાઇલ્ડ લાઇન – ૧૦૯૮ બાબતે માહિતી પ્રદાન કરેલ હતી.
સમગ્ર કાર્યક્ર્મનું સંકલન સમાજ સુરક્ષા ખાતાના ક્રર્મચારી શ્રી રોહિતભાઇ પીપળીયાએ કરેલ હતું. આ કાર્યક્રમમાં કાયદા ભવનનાં તેમજ ઇ તિહાસ ભવન અને હોમસાયાન્સ ભવનનાં શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.