Azadi Ka Amrit Mahotsav
Ek Bharat Shresth Bharat
વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ
સવિનય જણાવવાનું કે ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ અને કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજી એ દરેક યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં વૃક્ષો વાવવા તથા વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી છે. આ સંદર્ભે આજરોજ તા.૦૩-૦૮-૨૦૨૨ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા સવારે ૧૧:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરેલ તેમજ દરેક ભવનમાં અધ્યક્ષશ્રી , કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ સૌએ સામૂહિક વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. જેના ભાગ રૂપે ઇન્સ્ટીટયુટ ઓફ બાયોટેકનોલોજી, બાયોસાયન્સ ભવન દ્વારા બાયોટેકનોલોજીના કેમ્પસમાં ભવનના અધ્યક્ષશ્રી, કો-ઓર્ડીનેટરશ્રી, શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ સામૂહિક વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવેલ. જે અંગેનો અહેવાલ અને ફોટા આ સાથે સામેલ છે.