Placement Drive

સાંપ્રત સમયમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી અને એમના વાલીઓની પ્રાથમિકતા નોકરી હોય છે. આપણે ત્યાં દરેક વ્યક્તિ ઉચ્ચ શિક્ષણને સીધું જ નોકરી સાથે જોડે છે અને એવાજ અભ્યાસક્રમ પસંદ કરવા માટેની પ્રાથમિકતા હોય છે.

 

આ જ મહ્ત્વની બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી અથાગ પ્રયત્ન કરીને જુદી જુદી કંપનીઓને અમારા ઇલેક્ટ્રોનિક્સ ભવન તરફ આકર્ષવાના પ્રયત્નમાં થોડી ઘણી સફળતા અમારા સ્ટાફના સહિયારા પ્રયત્નને કારણે મળી રહી છે જેના ફળસ્વરૂપે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પ્લેસમેન્ટ ડ્રાઈવની શરૂઆત કરેલ છે.

 

રાજકોટ સ્થિત Aartronix Innovations Pvt. Ltd. કંપની દ્વારા તા. ૨૪/૨/૨૦૨૩ ના રોજ ઇલેક્ટ્રોનિક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે પ્લેસમેન્ટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સેમેસ્ટર ૪ ના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.  

 

ભવનના સન્માનનીય અધ્યાપકો ડૉ કૌશિકભાઈ ઠુમર, ડૉ હરિકૃષ્ણ પરીખ તથા મુલાકાતી અધ્યાપકો શ્રીમતિ હેમાક્ષી શુક્લ, કુમારી શુભા મહેતા તથા કુમારી દ્રષ્ટિ ઠુંમરના વિધાર્થીઓ પ્રત્યેના સહિયારા પ્રયત્નો ને કારણે આ કંપની પ્લેસમેન્ટ શક્ય બની રહ્યું છે. 

 

ભવનના લેબોરેટરી સ્ટાફ શ્રી કમલદીપ અને મયુરભાઈ સતત વિધાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રાયોગિક કાર્ય માટે ખડે પગે રહે છે. ભવનના નોન ટિચિંગ સ્ટાફમાં અમારા હાર્દિકભાઈ પણ વિધાર્થીઓને એમના ડોક્યુમેન્ટ બનાવવામાં તેમજ વેરિફિકેશન કરવા માટે સદાય હસતા મોઢે સેવા આપી રહ્યા છે. 

 

આ તબક્કે ઇલેક્ટ્રોનિક્સ ભવન, Aartronix Innovations Pvt. Ltd. કંપનીના સંચાલકોનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરે છે કે જે છેલ્લા બે વર્ષથી ભવન પર વિશ્વાસ મૂકીને વિધાર્થીઓને પોતાની કંપનીમાં સારું સ્થાન આપી રહી છે.

 

અમારા ભવનનો દરેક વિદ્યાર્થી એની ફાઈનલ માર્કશીટ હાથમાં આવે એ પહેલાં એના હાથમાં કંપનીનો ઓર્ડર આવે એવી સજજતા કેળવે એવી અમારી ઈચ્છા, પ્રયત્ન અને આશા રહે છે.


Published by: Department of Electronics

24-02-2023