Online Speech on De-addiction By Dr. Malhar Patel

લોકડાઉનમાં શરુ કરેલા ઓનલાઇન નિત્ય સમયપત્રક પ્રમાણે આજરોજ સમાજશાસ્ત્ર ભવનમાં ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. ખાસ મહત્વની વાત એ રહી કે આજે આ વિડીયો ક્લાસમાં અમદાવાદની CIMS Hospital ના પ્રસિદ્ધ ડૉ. મલ્હાર પટેલ(Nephew)કેન્સર સર્જન  પણ વિદ્યાર્થીઓ વચ્ચે અમારી સાથે જોડાયા .લોકડાઉનના આ ગાળામાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે લોકો તમાકુ અને અન્ય વ્યસનોથી પરાણે, નાછૂટકે દૂર રહેતા થયા છે એને એક તકમાં ફેરવવાની વાત ડૉ. મલ્હાર સાહેબે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી હતી. તમાકુના સેવનથી શું થઈ શકે અને છોડવાથી શું ફાયદો થઇ શકે તે આંકડાઓ સહિતની વિગતો ટૂંકમાં સમજાવી હતી. જે વિધ્યાર્થીઓ ને ખુબ અસરકારક રીતે પહોંચી છે.સાહેબ ફરી વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી માટે આવવાનું વચન દઈને ગયા અને તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો.

આ તકે કુલપતિશ્રી સાહેબ પણ ભવનના આ પ્રયત્નને બિરદાવ્યો હતો આ તકે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણી સાહેબ પણ વિડીયો ક્લાસમાં અમારી વચ્ચે જોડાયા હતા. જેમને પણ યુવાનોમાં વ્યસનના દુષણને દુર કરવા આ ઉત્તમ તક પ્રભુએ આપી છે, અને તેનો ભરપૂર લાભ આપણે કુટુંબ સાથે પણ લઈએ જેવી મહત્વની બાબતો વિદ્યાર્થી સમક્ષ મૂકી હતી.

 

વધુમાં કુલપતિ સાહેબે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપણે અનુસ્નાતક કક્ષાએ લેવાતી સત્રાંત પરીક્ષા વહેલી કે મોડી પરંતુ જરૂર લઈશું આપ સૌ વિદ્યાર્થીઓ આ અંગે શું મત આપો છો? જેને ભવનના સર્વે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વધાવ્યો હતો. જેમાં ખાસ વિદ્યાર્થીઓએ આ નિર્ણયને ખૂબ આવકાર્ય અને કહ્યું, અમારે માસ પ્રમોશન જોઈતું નથી અમારી મહેનત છે. આપ ગમે ત્યારે પરીક્ષા લ્યો અમે સારા માર્ક સાથે મહેનતથી ઉતીર્ણ થઈને બતાવીશું.

 આ વાતની ખૂબ ગંભીરતા અને સહજતા સાથે કુલપતિ સાહેબે નોંધ લીધી સાથે જ આ તકે કુલપતિ સાહેબે પણ ભવનના આ પ્રયત્નને બિરદાવ્યો હતો અને તેમને બધા વિદ્યાર્થીઓ અને ફેકલટી ને પરોક્ષ રીતે મળી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

 

આજનો આ કાર્યક્રમ રોજની માફક ખૂબ સફળ રહ્યો . સર્વે અધ્યાપકો ને વિધ્યાર્થી મિત્રો જોડાયા અને આ  સુગમ કાર્ય પાર પડ્યું હતું.

અંતે, ફરી આવતીકાલે એમ.એ સેમેસ્ટર ૪ ના  સેમિનાર પણ ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જે વિદ્યાર્થીઓએ સહમતિ સાથે સ્વીકાર્યો છે. જેની ખૂબ પ્રશંસા ભવનના તમામ અધ્યાપકોએ કરી હતી.

તસવીરો વિદ્યાર્થીઓને આભારી🙏🙏

 

ર્ડો જયશ્રી  એમ. નાયક (અધ્યક્ષ સમાજશાસ્ત્ર ભવન)

ર્ડો ભરત ખેર

ર્ડો રાકેશ ભેદી

ર્ડો મેઘરાજસિંહ જાડેજા


Published by: Department of Sociology

04-04-2020