સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સમાજશાસ્ત્ર ભવન દ્વારા રોજ બપોરે 1 વાગ્યે ઓનલાઇન મિટિંગનું આયોજન થયેલ છે જેમાં તમામ સ્ટાફ તેમજ ભવનના વિદ્યાર્થીઓ જોડાય રહ્યા છે.21 દિવસ ની ઓનલાઇન કાર્યશાળાના ભાગરૂપે વિદ્યાર્થી ઓ દ્વારા તેના અનુભવો દર્શાવી રહેલ છે.. તેમજ અભ્યાસ અને પરીક્ષા અંગે નું માર્ગદર્શન મેળવી રહ્યા છે..
આજ અમારી સાથે પરમ આદરણીય ઉપકુલપતિશ્રી ડૉ. વિજયભાઈ દેસાણી સાહેબ જોડાય ને વિદ્યાર્થીઓને તેના વર્તમાન પરિસ્થિતિની મૂંઝવણ અંગે માર્ગદર્શન આપ્યું.વિદ્યાર્થીઓ એ કઈ રીતે સાવચેતી પૂર્વક વર્તવું એ જણાવ્યું હતું.. પીએચ.ડી. ના વિદ્યાર્થીઓના વિષય ઉપર ચર્ચા કરી આ દિવસોમાં કેવા પ્રકાર ની પ્રવૃત્તિ કરી શકાય તે વિષે પણ માર્ગદર્શિત કર્યા..રાજકોટ માં હાલ બ્લડની જરૂરિયાત ઉભી થઈ છે એ ચિંતા દર્શાવતા બ્લડ ડોનેશન માટેની જાણકારી આપી સ્વેચ્છા એ જોડાવા જણાવ્યું હતું..
ડૉ. જયશ્રી એમ. નાયક ( અધ્યક્ષ સમાજશાસ્ત્ર ભવન )
પ્રો. ભરત ખેર
પ્રો. રાકેશ ભેદી
પ્રો. મેઘરાજસિંહ જાડેજા