“સમાજશાસ્ત્રની સામાજિક વિચારધારા” અંતર્ગત મારવાડી યુનિવર્સિટી અને સમાજશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે કાર્યશાળા યોજાયેલ હતી જેમાં સતત 4 કલાક ચર્ચાનો દોર ચાલ્યો હતો. જેમાં આદરણીય વિધુતભાઈ એ આવનારા વર્ષોમાં સમાજશાસ્ત્રએ કેવા પ્રકારના કોર્ષ આપવા પડશે એની વિસ્તૃત ચર્ચા કરી હતી. U.G. ના ચાર વર્ષના કોર્ષની શું ડિઝાઇન હોવી જોઈએ કે જે કોર્ષ કરવાથી Job Opportunity વધે તેમજ વિષયની Demand પણ રહે. આવનારી પરિસ્થિતિમાં સામાજિક વિજ્ઞાને જો ટકી રહેવું હશે તો કેવા પ્રકારે સજ્જ બનવું પડશે એની અનહદ ગહન ચર્ચા કરવામાં આવી હતી.