NSS Volunteers help medical staff for vaccination

*ચોટીલા તાલુકાના પીપરાળી ગામમા માં શ્રીમતી જે જે કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટ, એન.એસ.એસ(NSS) સ્વયં સેવક ચાવડા વિશાલ તેમજ, ગ્રામ પંચાયત અને મેડિકલ ટીમ ના સંયુક્ત ઉપક્રમે ગામના લોકોનું હિત ધ્યાનમાં રાખીને રાત્રી રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું. જણાવતા ખુબ જ આનંદ થાય છે કે થોડા દિવસો પહેલા NSS દ્વારા કોરોના રસીકરણ જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને ઘરે ઘરે જઈને કોરોના વેક્સિન ને લઈને જે  ગલતફેમી હતી તે દૂર કરવામાં આવી હતી. જેના પરિણામે ગામના 18વર્ષ થી ઉપરના તેમજ મોટાભાગના 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રસીકરણ કરાવ્યું હતું. રસીકરણના આ કાર્યમાં NSS VOLUNTEER એ પણ પોતાનું સહયોગ આપ્યો હતો. જેમાં મેડિકલ ટીમ ની મદદની સાથોસાથ કોરોના ની રસી લીધા બાદ લોકોને કશું જ નહીં થાય તેનિ શાંતવના  આપી અને રસી લીધા પછી જો બીજા કોઈપણ  લક્ષણો જણાય તો શું કરવું? અને શું ના કરવું ? તેમજ કોરોના રસી નો બીજો ડોઝ ક્યારે લેવો તેની પણ માહિતી આપવામાં આવી.
  
શ્રીમતી જે જે કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટ
પ્રોગ્રામ ઓફીસર,
ડૉ એચ આર ભાલીયા
NSS VOLUNTEER
ચાવડા વિશાલ.*


Published by: NSS Section

09-06-2021