લીઓ કલબ ઓફ અમરેલીના સહયોગથી કોમર્સ કોલેજમાં ત્રીજા તબક્કાનો વેકસીનેશન કેમ્પ યોજાયો.
----------------------------------------------
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં બી.એ. સેમેસ્ટર - ૬ ના પરિક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે ત્રીજા તબક્કાનો કોરોના વેકસીનેશન કેમ્પ આયોજિત થયો હતો. આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પની શરૂઆતમાં સૌરાષ્ટ્રના આગેવાન સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. કેમ્પમાં લાયન પ્રમુખ રમેશભાઈ કથરોટિયા, ડો.એમ.એમ.પટેલ, સાહસભાઈ ઉપાધ્યાય, શરદભાઈ વ્યાસ, વિનોદભાઈ આદરોજા, ડો.મહેશભાઈ પટેલ ઉપરાંત લીઓ મેમ્બર મીત ભલાંની, આશિષ ઠુમમર, સમીર કાબરીયા, હર્ષ કોરાટ, વરશીલ મોવલિયા, આદેશ સોરઠીયા, નેવીલ ધાનાની, યાકુબ કસવાળા, રવિ કાબરીયા અને રિધમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌ લાયન અને લીઓ મેમ્બરને પ્રિ. ડો.પી.કે.ત્રિવેદીએ આવકાર્યા હતા.આ કેમ્પમાં આરોગ્ય શાખાના હેતલબેનના માર્ગદર્શન નીચે માયાબેન અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોમર્સ કોલેજ દ્વારા તમામ પરીક્ષાઓમાં છેલ્લા દિવસે કોરોના વેકસીનેશનનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ કોરડીનેટર પ્રા.જે.એમ.તલાવીયાએ કર્યું હતું હતું. આ સાદકાર્યમાં કોલેજના પ્રાધ્યાપક અને લાયન્સ કલબના પ્રોજેક્ટ કોરડીનેટર ડો.મહેશ પટેલે પણ ભારે જહેમત ઉઠાવી હતી.