શ્રી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રસીકરણ કેમ્પ યોજાયો
ગુજરાત સરકારના રસીકરણ અભિયાનને 100% સંપૂર્ણ બનાવવાના ઉદ્દેશ્યથી શ્રી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા તારીખ 20-07-2021ના રોજ સંસ્થાનાં વિધાર્થીઓ, સ્ટાફ મિત્રો તથા વાલીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. સુરેન્દ્રનગર ની જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમનાં સાથ સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું. કુલ 100 વિધાર્થીઓ તથા નાગરિકો આ કેમ્પથી લાભાન્વિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં આચાર્યશ્રી ડો.અમિત મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગનાં પ્રોગ્રામ ઓફિસર ડો. વિપુલ કણાગરા, દીપિકા કેવલાણી તથા એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતું.