National Statistics Day Celebration - 2022

તારીખ ૨૯ જુનના દિવસે વિશ્વ વિખ્યાત ભારતીય આંકડાશાસ્ત્રી ડો. પી. સી. મહાલનોબિસના જન્મદિવસ ને રાષ્ટ્રીય આંકડાકીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા રાષ્ટ્રીય આંકડાકીય દિવસની ઉજવણી તારીખ ૨૯ જુન ૨૦૨૨ના રોજ ૧૧:૦૦ કલાકે ભવનમાં કરવામાં આવેલ હતું. જેમાં ભવનનાં બિલ્ડીંગનું નામાવિધાન ડો. પી. સી. મહાલનોબિસ આંકડાશાસ્ત્ર ભવન કરેલ છે.

રાષ્ટ્રીય આંકડાકીય દિવસની વિશેષ ઉજવણી કરતા આખું અઠવાડિયું નિષ્ણાંતોના વ્યાખ્યાનો, વિદ્યાર્થીઓ ને વિષય બાબતે અભિરુચિ કેળવાય તેવા રસપ્રદ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન તા: ૨૭ જુન ૨૦૨૨ થી ૧ જુલાઈ ૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે.


Published by: Department Of Statistics

29-06-2022