ફાર્મસી ભવન દ્વારા SSIP અંતર્ગત આયોજીત બુટ કેમ્પનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ઈનોવેશન સોસાયટીના ચેરમેનશ્રી સુનીલભાઈ શાહ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાર્મસી ભવન દ્વારા આયોજીત બુટ કેમ્પના સમાપન સત્રનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાએલ હતો. હતું. આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. નેહલભાઈ શુકલ એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રી ડો. મીહીરભાઈ રાવલ, પ્રાધ્યાપકશ્રીઓ ડો. સચિનભાઈ પરમાર, ડો. વૈભવભાઈ ભટ્ટ, ડો. નાસીરભાઈ વાડીયા, શ્રી ધવલભાઈ વ્યાસ, કાર્યક્રમના કોઓર્ડીનેટર ડો. પ્રીયાબેન પટેલ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.