રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણી
આજ રોજ અર્થશાસ્ત્ર ભવનમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવેલ. જેમા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ શ્રી જનાણી સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા અર્થશાસ્ત્ર ભવનનાં વિધાર્થિઓને ગ્રાહકોની સુરક્ષાની સાથો-સાથ ગ્રાહકો જાગ્રુત બને તે માટે ગ્રાહક સુરક્ષા ધારો 1986 તેમજ તેમા થયેલા વખતોવખતના એમેડમેંટ , ગ્રાહકોના હીત/સુરક્ષા માટેનું લીગલ ફોરમ વગેરે અંગે વ્યાખ્યાન દ્વારા અને પ્રોગામના અંતે પ્રશ્નોત્તરી કરી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવેલ. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણી અતર્ગત ભવનના વડા ડો.એન.આર.શાહ દ્વારા ગ્રાહકોના રક્ષણ માટેની વિવિધ કાયદાકીય જોગવાઇઓ અંગેની માહિતિ વિધાર્થિઓ સમક્ષ રજુ કરેલ. સમગ્ર કાર્યક્ર્મનું અસરકારક સંચાલન ભવનના પ્રાધ્યાપક ડો.સંજય પંડયા દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર વિધી ભવનના પ્રાધ્યાપક ડો.સુરેશભાઇ પરડવા દ્વારા કરવામાં આવેલ. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણીના આ પ્રોગ્રામને સફળ બનાવવામાં ભવનના યુવા અને ઉત્સાહી પ્રાધ્યાપક ડો. અમરભાઇ પટેલ દ્વારા સક્રીય કામગીરી કરવામાં આવેલ. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણીના આ પ્રોગામમાં ભવનના વિધાર્થિ ભાઇઓ અને બહેનો દ્વારા પણ પ્રર્શ્નોતરીના ચરણમાં ઉત્સાહભેર સામેલગીરી જોવા મળેલ.