સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય ગાંધીનગર દ્રારા આયોજિત “નશામુક્ત બારત અભિયાન” અંતર્ગત રાજકોટ જીલ્લા સમાજ સુરક્ષા ઓફીસ રાજકોટ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્રારા સમાજકાર્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં M.S.W.Sem.I and III નાં વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધા જેવીકે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અને નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં શ્રી મેહુલભાઈ ગોસ્વામી કે જેઓ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી છે , શ્રી મીત્સુબેન વ્યાસ કે જેઓ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવે છે, શ્રી અલ્પેશભાઈ કે તેઓ લીગલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને ડો. રમેશભાઈ ડી.વાઘાણી , સમાજકાર્ય ભવન નાં અધ્યક્ષ , ને અન્ય ભવનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણેય સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી ને સમાજ સુરક્ષા કચેરી દ્રારા એક બેગ આપવામાં આવેલ હતું. અને જેઓએ આ ત્રણેય સ્પર્ધામાં ૧ થી ૩ ક્રમાંક મેળવેલ તે વિદ્યાર્થીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. અંતમાં આભાર માની કાર્યક્રમની પૂર્ણ કર્યો હતો.