મનોવૈજ્ઞાનિક ઉપચાર અને મનોવિજ્ઞાન નું કામ સહેલું નથી પણ તમે અને તમારી ટીમે લોકોને સધિયારો આપીને મનોવિજ્ઞાન વિશેની લોકોની માન્યતાઓ બદલી નાખી છે બ્રિજેશ કુમાર મેરઝા , માનનીય મંત્રીશ્રી , પંચાયત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વત્રંત હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત સરકાર
તારીખ - 2 - 8 - 2022 ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર,રાજકોટ આયોજિત નારી વંદના ઉત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મનોવિજ્ઞાન ભવનની ટીમનું સન્માન કરવામાં આવ્યું. કાવિડ - 19 દરમિયાન મનોવિજ્ઞાન ભવનની ટીમે લોકોને માનસિક સધિયારો આપવા માટે એક લાખ કરતા પણ વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી સેવા પૂરી પાડેલ છે.જેના સંદર્ભમાં રાજ્ય સરકાર , રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર , બોટાદ જિલ્લા તરફથી તથા વિવિધ સંસ્થાઓએ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ, અધ્યાપકો ડૉ. ધારા આર. દોશી , ડૉ. ડિમ્પલ જે.રામાણી , ડૉ. હસમુખ એમ. ચાવડા તથા ભવનના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્લ્ડ ઇન્ડિયા બુક રેકોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. આ કામગીરીની નોંધ ગુજરાત સરકારે પણ લીધેલી છે.
આ કામગીરી બાદ બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ સ્ત્રી ભ્રુણ હત્યા પ્રોજેક્ટ મનોવિજ્ઞાન ભવનની ટીમને સોંપવામાં આવ્યો હતો. આ સ્ત્રીભ્રુણ હત્યા અંગેનો સર્વે રાજકોટ જિલ્લાના ગામ્ય વિસ્તારના કુલ 18,555 લોકો પર કરવામાં આવેલ હતો. જેના અંતર્ગત પૂસ્તીકા સ્વરૂપે એક અહેવાલ તૈયાર કરી રાજકોટ જિલ્લા વહિવટી તંત્રને સુપ્રત કર્યો. આજ રોજ આ પુસ્તીકાનું વિમોચન માનનીય શ્રી બ્રિજેશકુમાર મેરજા સાહેબ, ભૂપતભાઈ બોદર તથા રાજકોટ જિલ્લા ક્લેકટર શ્રી અરૂણ મહેશ બાબુ સહેબ તથા મન્ચસ્થ મહાનુભવો દ્વારા કરવામાં આવ્યુ. આ પુસ્તિકા અહેવાલમાં કન્યા ભ્રુણ હત્યાના કારણો , કન્યા ભ્રુણ હત્યા રોકવાના પગલા , તેના પરિણામો અને જ્ઞાતી આધારીત સ્ત્રી ભ્રુણ હત્યા , વયજૂથ પ્રમાણે સ્ત્રી ભ્રૂણ હત્યા અંગે શું - શું ફેરફારો લાવી શકાય તે દરેક બાબત આવરીને આ અહેવાલમાં રજુ કરવામાં આવી છે. આ અહેવાલની રજૂઆત બાદ વર્ષ 2022-23 દરમિયાન રાજ્ય સરકાર તરફથી સ્ત્રી ભ્રૂણ હત્યા નીવારણ અંગે વિવિધ પ્રયાસો કરવામાં આવશે. આ પુસ્તીકાનું વિમોચન કરતા સમયે અને મનોવિજ્ઞાન ભવનની ટીમને સન્માનિત કરતા શ્રી મેરજા સાહેબે કહ્યું કે આ બધુ મનોવૈજ્ઞાનિક રીતે કાર્ય કરવું એ ખૂબ અધરું છે. જે તમે લોકો ખૂબ સરળતાથી કાર્ય કરો છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન . રાજ્ય સરકારના નારી વંદન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન પરિવારના સભ્યોનું સન્માન થતાં કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી સાહેબે જણાવ્યું કે અમારા આ ભવનની ટીમે સતત પ્રયત્ન અને મહેનત થકી યુનિવર્સિટી ને ગૌરવ અપાવ્યું છે. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ૫તી શ્રીએ વધુમાં જણાવ્યું કે , સૌરાષ્ટ્ર યુનવર્સિટીના રજીસ્ટાર, વિવિધ સત્તા મંડળના સભ્યશ્રીઓ વતી મનોવિજ્ઞાન ભવનની ટીમને શુભેચ્છા પાઠવતા હર્ષની લાગણી અનુભવું છું.