M.S.W.Sem.II students Programe in Virda Vajdi Village

સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. અને આ વિદ્યાર્થીઓને વીરડા વાજડી ગામ આપવામાં આવ્યું છે. જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થીની  બહેનો જાય છે. ત્યાં શાળામાં વિદ્યાર્થીઓએ ચકલીઓ ના બચાવ માટે ચકલીના માળા અને તેના માટે પાણીના કુંડાના વિતરણ કરવા માટેનું આયોજન કરેલ હતુ. આ કુંડા રાજકોટની જાણીતી સંસ્થા કરુણા ફાઉન્ડેશન તરફથી મળેલા હતા, જેનો  ભવનમાંથી લેકચરરશ્રી ડો.પી.વી.પોપટ સરે સંપર્ક કરી આપ્યો હતો. અને ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન રાવલ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કુંડા ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઘરે બાંધવા માટે લઈ ગયા, શાળામાં બાંધ્યા, અને પંચાયત ઓફિસે બાંધવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભવનના વિદ્યાર્થી ઝાલા રવીનાબેન, સુતાર આરઝુબેન, સૈયદ રૂકસાર, પરમાર અંજલીબેન,પરમાર નેહલબેન, સરસાવાડિયા ધ્રુવીબેન, અને સોનવર્ણ હેમાબેન , જોડાયા હતા.

તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના તલાટીમંત્રી શ્રી અને શાળાના વિદ્યાર્થીઓ અને સ્કુલના  સ્ટાફના તમામ લોકોનો સહકાર મળેલ હતો.


Published by: Department of Social Work

22-04-2022