સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. આ માટે તેમને કણકોટ ગામ ફિલ્ડવર્ક માટે સોપવામાં આવ્યું હતું.જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થીની બહેનો જાય છે.ત્યાં તે લોકોએ ત્યાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ કરેલ હતો, જેમાં કેરિયર કાઉન્સેલિંગ વિષય પર વાત કરવામાં આવી હતી, બાળકીઓને પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકાય તેની તાલીમ આપવામાં હતી. જેમાં શાળાના આચાર્યશ્રી તેમજ અન્ય શિક્ષકો જોડાયા હતા. તેમની સાથે ભવનમાંથી ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન અને લેકચરરશ્રી દર્શનાબેન પણ જોડાયા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભવનના વિદ્યાર્થી જાદવ આરાધનાબેન, ઠાકરે ભૂમિકાબેન,વડેરા ચાર્મીબેન, પરમાર ભૂમીબેન, ફફલ મનીષાબેન, સોલંકી જાગૃતિબેન, અને બારડ રસીલાબેન જોડાયા હતા.
તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને સ્કુલના સ્ટાફનો વગેરે તમામ લોકોનો સહકાર મળેલ હતો.