M.S.W.Sem.II Programme at Metoda

સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે.  આ માટે તેમને મેટોડા ગામ ફિલ્ડવર્ક માટે સોપવામાં આવ્યું હતું.જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થીની બહેનો જાય છે.ત્યાં તે લોકોએ ગામમાં વસતા વડીલોનું સન્માન અને સ્ત્રી સશક્તિકરણ અંગેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડીલોને ભારતીય પરમ્પરા મુજબ તિલક કરી અને હાર પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું. અને ત્યારબાદ મહિલાઓને લગતી  કેટલીક યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમાં બેટી પઢાવો બેટી બચાવો, વિધવા પેન્શન યોજના, મહિલા અભયમ -૧૮૧ , કુંવરબાઈનું મામેરું , વગેરે યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતા. તેમની સાથે ભવનમાંથી ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન જોડાયા હતા.

 આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભવનના વિદ્યાર્થી રાતડિયા કિંજલબેન, મકવાણા શીતલબેન,મકવાણા ક્રિષ્નાબેન,પીપરીયા રીધ્ધીબેન,રાઠોડ પુજાબેન,ચૌહાણ મહેશ્વરીબેન, અને મકવાણા ભાવીશાબેન જોડાયા હતા.

તે ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તલાટીમંત્રીશ્રી, સરપંચશ્રી, પંચાયતનાં સભ્યશ્રીઓ, આંગણવાડી કાર્યકર્તા , અને ગામના વડીલ શ્રી અને બહેનોનો સહકાર મળેલ હતો.


Published by: Department of Social Work

29-04-2022