તા.૨૨.૧૦.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા મહિલા અને બાળ અધિકાર સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને સેન્ટર એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા શ્રી યાસ્મીનબેન ઠેબા અને કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શ્રી સોનલબેન દ્રારા સેન્ટરમાં ચાલતી વિવિધ કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્રારા ચાલતી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સેન્ટરમાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયા હતા અને કુ.જલ્પાબેન દાફડા કે જેઓ ત્યાં ફિલ્ડવર્કમાં જતા હતા તે પણ આવેલ હતા. છેલ્લે મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની કુ.સાંજ્વા અનીલાબેન દ્રારા આભાર વિધિ કરવામાં હતી.